સત્ય. સાહસ. સંકલ્પ.

માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા હર્ષ સંઘવીની અપીલ

માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા હર્ષ સંઘવીની અપીલ

મહેસાણામાં બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધ માતાપિતાની સંભાળ ન રાખતા સંતાનો સામે કડક વલણ અપનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે સંતાનો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે તેમનો સમાજે બહિષ્કાર કરવો જોઈએ.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે માતાપિતા કાળી મજૂરી કરીને સંતાનોને મોટા કરે છે, પરંતુ જો સંતાનો મોટા થઈને તેમની સંભાળ ન રાખી શકે તો સમાજ શું સાચવશે? તેમણે પ્રશ્ન કર્યો કે આવા સંતાનોને લગ્નપ્રસંગમાં બોલાવવાનો શું અર્થ છે? તમામ સમાજોએ ભેગા થઈને એવા સંતાનોનો બહિષ્કાર કરવો જોઈએ જેઓ પોતાના માતાપિતાની જવાબદારી નિભાવતા નથી.

તેમણે વધુમાં ઉમેર્યું કે આવા સંતાનો સામે કડક નિયમો બનાવવા જોઈએ અને પરિવારની અવગણના કરતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. આ પ્રસંગે તેમણે સમાજને સંગઠિત થવા હાકલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ નિવેદન મહેસાણામાં બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન સમારંભમાં આપવામાં આવ્યું હતું, જ્યાં હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.