સત્ય. સાહસ. સંકલ્પ.

હરમનપ્રીત કૌર પાકિસ્તાન સામે રચશે ઇતિહાસ: T20માં 150 મેચની કપ્તાની કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી

હરમનપ્રીત કૌર પાકિસ્તાન સામે રચશે ઇતિહાસ: T20માં 150 મેચની કપ્તાની કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી

મહિલા T20 એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે ખાસ બનશે. પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાં જ તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કપ્તાન તરીકે 150 મેચ પૂરી કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી બનશે. આ રેકોર્ડ આજ સુધી કોઈ પુરુષ કે મહિલા ક્રિકેટર બનાવી શક્યો નથી.

હરમનપ્રીત કૌર પાકિસ્તાન સામે પોતાની 205મી T20 મેચ રમશે, અને આ મેચમાં તેઓ કપ્તાન તરીકે 150મી વાર ટીમનું નેતૃત્વ કરશે. તેમણે અત્યાર સુધી 149 T20 મેચોમાં ભારતની કપ્તાની કરી છે, જેમાં 86 મેચ જીતી છે, 57માં હાર મળી છે, 1 મેચ ટાઈ રહી છે અને 5 મેચ અનિર્ણિત રહી છે. કપ્તાન તરીકે જીતની ટકાવારી 60.06 છે.

પાકિસ્તાન સામેની વાત કરીએ તો, હરમનપ્રીત કૌરે 11 T20 મેચોમાં ભારતની કપ્તાની કરી છે. આમાંથી ભારતે 10 મેચ જીતી છે અને 1 મેચ ગુમાવી છે. આંકડાઓની દ્રષ્ટિએ હરમનપ્રીતની કપ્તાનીમાં ભારતનું પલ્લું ભારે રહ્યું છે.