સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ટેબલ ટેનિસ: હરમીત-યશસ્વિનીનો મેડલ પાક્કો, 72 વર્ષ પછી મિક્સ્ડ ડબલ્સમાં સફળતા

એશિયન ટેબલ ટેનિસ: હરમીત-યશસ્વિનીનો મેડલ પાક્કો, 72 વર્ષ પછી મિક્સ્ડ ડબલ્સમાં સફળતા

ભારતના હરમીત દેસાઈ અને યશસ્વિની ઘોરપડેની જોડીએ શુક્રવારે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેડલ પાક્કો કરી લીધો છે. મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં ભારતને 72 વર્ષ બાદ મેડલ મળ્યો છે.

1954માં યતિન વ્યાસ અને મીના પરાંડેએ આ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યાર બાદ આ કેટેગરીમાં ભારતને મેડલ મળ્યો નહોતો.

હાલમાં વિશ્વ ક્રમાંકનમાં 28મા ક્રમે રહેલી હરમીત-યશસ્વિનીની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના પાર્ક ગાંગહ્યોન અને લી ડેઉનને 3-2થી હરાવ્યા. આ જીત સાથે તેમનો મેડલ નિશ્ચિત થયો.

હવે સેમિફાઇનલમાં હરમીત અને યશસ્વિનીનો મુકાબલો જાપાનના સોરા માત્સુશિમા અને મિવા હારિમોટો સામે થશે.

ભારતની બીજી મિક્સ્ડ ડબલ્સ જોડી પાયસ જૈન અને સિન્ડ્રેલા દાસ મેડલ રાઉન્ડ સુધી પહોંચી શકી નહીં. ક્વાર્ટર ફાઇનલમાં ચીનના યી ચેન અને હુઆંગ યુઝેંગે તેમને 3-0થી હરાવ્યા.

ઉલ્લેખનીય છે કે હરમીત અને યશસ્વિની તાજેતરની એશિયન ગેમ્સમાં મેડલથી ચૂકી ગયા હતા. હરમીતે એશિયન ગેમ્સમાં ત્રણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ મેડલ જીતી શક્યા નહોતા. યશસ્વિની પણ ગયા મહિને યોજાયેલી ગેમ્સમાંથી ખાલી હાથે પરત ફરી હતી, જ્યાં તે મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ હતી.