સત્ય. સાહસ. સંકલ્પ.

હાર્દિક પંડ્યાનો ચાહક 1000 કિમી પગપાળા ચાલીને મુંબઈ પહોંચ્યો, ક્રિકેટરે ઘર અપાવવાનું વચન આપ્યું

હાર્દિક પંડ્યાનો ચાહક 1000 કિમી પગપાળા ચાલીને મુંબઈ પહોંચ્યો, ક્રિકેટરે ઘર અપાવવાનું વચન આપ્યું

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો એક ચાહક લખનૌથી મુંબઈ સુધી આશરે 1000 કિલોમીટર પગપાળા ચાલીને તેને મળવા પહોંચ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ આ ચાહક સાથે વાતચીત કરી હતી. ચાહકે જણાવ્યું કે તેમની પાસે રહેવા માટે ઘર નથી અને તેઓ રસ્તા પર રહે છે. આ સાંભળીને હાર્દિકે તેમને ઘર અપાવવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત, હાર્દિકે તેમને પરત ફરવા માટે ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી આપી હતી.

હાર્દિક પંડ્યાના આ માનવતાભર્યા સ્વભાવની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા હાલમાં ફિટનેસના કારણે ભારતીય ટીમથી બહાર છે.

બીજી તરફ, ટીમમાં તેમની ગેરહાજરીમાં તેમના વિકલ્પની ચર્ચા થઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની તાજેતરની ટી20 સિરીઝમાં નમન ધીરને હાર્દિકના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ અંગે ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, “આપણે હાર્દિક પંડ્યા જેવો જ સંપૂર્ણ વિકલ્પ શોધવાની ઘેલછામાં વાસ્તવિકતા ભૂલી જઈએ છીએ, પરંતુ હાર્દિકની જગ્યા કોઈ લઈ શકે નહીં. જો તેમના જેવો ખેલાડી ન મળે, તો કોઈ એવા ખેલાડીને પસંદ કરો જે થોડું અલગ કામ કરી શકે.” ગાવસ્કરના મતે નમન ધીર પોતાની ઓવર સારી રીતે ફેંકીને અને બેટિંગ કરીને એ જ ભૂમિકા ભજવી રહ્યો છે.