દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ તેમના ગર્લફ્રેન્ડ માહિકા શર્મા અને દીકરા અગસ્ત્ય સાથે પરંપરાગત રીતે દિવાળી ઉજવી હતી. તેમણે આ ઉજવણીની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકો સાથે શેર કરી છે.
હાર્દિક પંડ્યાએ ઘરમાં પૂજા-અર્ચના કરી હતી. તેઓ હાથમાં પૂજાની થાળી લઈને આરતી કરતા જોવા મળ્યા હતા. તેમણે ભજન પણ ગાયું હતું. આ પૂજામાં માહિકા પણ જોડાઈ હતી. દીકરા અગસ્ત્યએ પિતા હાર્દિક અને માહિકાને ચાંદલો કર્યો હતો. ફોટામાં અગસ્ત્ય અને માહિકા વચ્ચે ખાસ બોન્ડ જોવા મળ્યો હતો.
હાર્દિક પંડ્યા અને માહિકા બંને બ્લુ કલરની ડ્રેસમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. હાર્દિક બ્લુ કુર્તામાં અને માહિકા બ્લુ સૂટમાં સુંદર લાગી રહ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.