સત્ય. સાહસ. સંકલ્પ.

હાલોલ બાયપાસ પાસે ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, કાલોલ ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

હાલોલ બાયપાસ પાસે ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, કાલોલ ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

પંચમહાલ જિલ્લાના હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા એક આઇશર ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકમાં ટાયરનો મોટો જથ્થો ભરેલો હોવાથી આગની જ્વાળાઓ ઝડપથી ફેલાઈ હતી. આગની જાણ થતાં જ આસપાસના વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાલોલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી અને આગળ વધતી અટકાવી હતી.

જોકે, આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં ટ્રકને વ્યાપક નુકસાન થયું છે અને સ્થાનિક સ્તરે આ ઘટના ચર્ચાનો વિષય બની છે.