સત્ય. સાહસ. સંકલ્પ.

ગુવાહાટીની હોટેલમાં ગોળીબાર, પાંચના મોત; રિસેપ્શન પાસે મૃતદેહો મળ્યા

ગુવાહાટીની હોટેલમાં ગોળીબાર, પાંચના મોત; રિસેપ્શન પાસે મૃતદેહો મળ્યા

આસામના ગુવાહાટીમાં સોમવારે રાત્રે બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી બિલાસ ઇન હોટેલમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

પ્રારંભિક માહિતી અનુસાર, હુમલાખોરોએ છ લોકોના જૂથ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે મહિલાઓ પણ હતી. કેટલાક ઘાયલો હોટેલના કર્મચારી હોવાની પણ માહિતી મળી છે. ગોળીબાર હોટેલની અંદર રિસેપ્શન પાસે થયો હતો, જ્યાં મૃતદેહો પડેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત, હુમલાખોરોએ હોટેલની બહાર ગલીમાં પણ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા છે. ગલીની નજીક એક મૃતદેહ પણ પડેલો મળી આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ પીડિતોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગુવાહાટીના પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતે ઘટનાસ્થળે પહોંચીને જાતે તપાસની દેખરેખ શરૂ કરી છે.

હજી સુધી હુમલાનું કારણ, મૃતકોની ઓળખ અને શંકાસ્પદો અંગે અધિકૃત માહિતી મળી નથી. પોલીસ તપાસ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.