સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી ગુર્નૂર બ્રાર બહાર, ટેસ્ટ ટીમમાં જોડાશે

ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી ગુર્નૂર બ્રાર બહાર, ટેસ્ટ ટીમમાં જોડાશે

ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ODI શ્રેણી વચ્ચે ભારતીય ટીમ મેનેજમેન્ટે કેટલાક ખેલાડીઓને ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ODI ટીમમાંથી મુક્ત કર્યા છે. જેમાં કેપ્ટન શુભમન ગિલ, વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ અને ઝડપી બોલર અંશુલ કંબોજનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાવાની શક્યતા છે, જોકે આ ખેલાડી ટેસ્ટ ટીમનો ભાગ નથી.

ન્યુઝીલેન્ડ પ્રવાસ પર પોતાની ઘાતક બોલિંગથી પ્રભાવ જમાવનાર ભારતીય ઝડપી બોલર ગુર્નૂર બ્રાર પાંચ મેચની ODI શ્રેણીની અંતિમ મેચમાંથી બહાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, ટીમ મેનેજમેન્ટ આ લાંબા ફાસ્ટ બોલરને ચોથી ODI પછી મુક્ત કરવાની અને તેને વેલિંગ્ટનમાં ભારતીય ટેસ્ટ ટીમના કેમ્પમાં સીધો જોડવાની યોજના બનાવી રહ્યું છે.

આ નિર્ણય ટેસ્ટ શ્રેણી માટે ખેલાડીઓને પૂરતો આરામ અને તૈયારીનો સમય આપવાના ઉદ્દેશ્યથી લેવાયો હોવાનું માનવામાં આવે છે.