બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયા ક્રિએટર ગુજ્જુ લવ ગુરુના અકાળ નિધન બાદ તેમના પરિવાર માટે મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે. જાણીતા સેવાભાવી નિતીન જાની, જે ખજૂરભાઈ તરીકે પણ ઓળખાય છે, તેમણે ગુજ્જુ લવ ગુરુના પરિવારને આર્થિક સહયોગ આપ્યા બાદ હવે સ્વખર્ચે નવું ઘર બનાવી આપવાની જાહેરાત કરી છે.
આ ઘરના નિર્માણની શરૂઆત નવરાત્રિના બીજા નોરતે ખાતમુહૂર્ત સાથે કરવામાં આવી. ત્રણ રૂમ અને રસોડા ધરાવતું આ ઘર પરિવારને સુરક્ષિત આશરો પૂરો પાડશે.
ખજૂરભાઈએ ગુજ્જુ લવ ગુરુના પરિવાર માટે સમાજના તમામ લોકોને આગળ આવીને મદદ કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત, હેલ્મેટ ડ્રાઇવ યોજીને 2,000 હેલ્મેટનું વિતરણ કરવાની જાહેરાત પણ તેમણે કરી છે.