સત્ય. સાહસ. સંકલ્પ.

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ઇથોપિયામાં 3 ગુજરાતીઓનું અપહરણ, ઉજ્જૈનમાં મસ્જિદ વિવાદ પર હાઈકોર્ટનો ચુકાદો, UPI ચાર્જ પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ઇથોપિયામાં 3 ગુજરાતીઓનું અપહરણ, ઉજ્જૈનમાં મસ્જિદ વિવાદ પર હાઈકોર્ટનો ચુકાદો, UPI ચાર્જ પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર

ગઈ કાલના મોટા સમાચારોમાં ઉજ્જૈન અને અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓની અપહરણની ઘટના છવાયેલી રહી. ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો એક ભાગ તોડવાને લઈને ભારે હોબાળો થયો હતો અને પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો. બીજી તરફ, અમેરિકા જવા નીકળેલા ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ થયાના સમાચાર છે.

આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર:

1. અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ યુપીની MP-MLA કોર્ટમાં સુનાવણી થશે.

2. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ AIના જોખમો અંગે ટેક કંપનીઓના CEOઓ સાથે મુલાકાત કરશે.

કાલના મોટા સમાચારો:

1. ઉજ્જૈનમાં મસ્જિદ તોડવા વિરુદ્ધની અરજી રદ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે શાહી મસ્જિદ મામલે દાખલ કરાયેલી અરજી રદ કરી દીધી છે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે જિલ્લા પ્રશાસન અને શાહી મસ્જિદ કમિટી વચ્ચે થયેલા સમાધાનના આધારે મામલાનો નિકાલ કરી દીધો. અરજદાર શાહી મસ્જિદ કમિટીના એડવોકેટ કુલદીપ પાઠકે જણાવ્યું કે કમિટી અને પ્રશાસન વચ્ચે થયેલા સમાધાન અનુસાર રસ્તા માટે 3 ફૂટ જગ્યા સાથે કેટલીક દુકાનો હટાવવા પર સહમતિ બની છે. મોટી મિનારને બીજી તરફ ખસેડવામાં આવશે અને દુકાનો માટે બીજી જગ્યા આપવામાં આવશે. આ પહેલાં સોમવારે સવારે મસ્જિદનો એક ભાગ તોડવાને લઈને ભારે હોબાળો થયો હતો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જવાબમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટિયર ગેસ છોડવામાં આવ્યો. ભીડને હટાવતી વખતે મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી ઘાયલ થઈ ગયાં હતાં.

2. UPI ચાર્જ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર: સુપ્રીમ કોર્ટે UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. 15 ઓક્ટોબરથી આ ચાર્જ 2,000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર લાગુ થશે. જોકે, કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે કે આ નવા નિયમને લાગુ કરવાનો આધાર શું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ જજોની બેન્ચે વકીલ અંજન દત્તાની જનહિત અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જનતા સાથે ચર્ચા કર્યા વિના અને કોઈ નક્કર નિયમ બનાવ્યા વિના જ આ ફી નક્કી કરી દીધી.

3. રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા: શેર માર્કેટમાં સતત આઠમા અઠવાડિયે ઘટાડો રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 1124 અંક એટલે કે 1.52%ના ઘટાડા સાથે 72,772 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટીમાં 360 અંક એટલે કે 1.56%નો ઘટાડો રહ્યો અને તે 22,780 પર બંધ થયો. બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. બજારમાં ઘટાડાનું કારણ વેચવાલી રહી. તેના કારણે રોકાણકારોની સંપત્તિ ₹7 લાખ કરોડથી વધુ ઘટી ગઈ. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ ₹482 લાખ કરોડ હતું, જે આજે ઘટીને ₹475 લાખ કરોડ રહી ગયું.

4. સૌથી શક્તિશાળી રોકેટ 'સ્ટારશિપ'નો 14મો ટેસ્ટ સફળ: ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું સૌથી શક્તિશાળી રોકેટ 'સ્ટારશિપ' આજે 28 સપ્ટેમ્બરે પહેલીવાર પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું. 26 સેટેલાઇટ પણ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યા. પ્રારંભિક યોજના મુજબ સ્ટારશિપને લગભગ 10 કલાક સુધી પૃથ્વીની પરિક્રમા કરવાની હતી, પરંતુ મિશન દરમિયાન કરવામાં આવેલા રિવ્યૂ બાદ કંટ્રોલર્સે તેને વહેલું પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. આ અંતર્ગત ઉડાન ભર્યાના લગભગ 2 કલાક 12 મિનિટ બાદ રોકેટનું ડી-ઓર્બિટ બર્ન પૂર્ણ કરવામાં આવ્યું અને મિશન શરૂ થયાના ત્રીજા કલાકની આસપાસ તેને પ્રશાંત મહાસાગરમાં ઉતારવામાં આવ્યું. ભારતીય સમય અનુસાર સાંજે 6:16 વાગ્યે આ રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્ટારશિપનું 14મું પરીક્ષણ છે.

5. ઘર કે ખેતર નહીં આખે આખું ગામ જ વેચવા કાઢ્યું: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તુલશી ગામમાં પાણીની અછતથી પરેશાન લોકો ગામ વેચવા જઈ રહ્યા છે. આ માટે તેમણે એક બોર્ડ પણ લગાવ્યું છે. જોકે ગામની કિંમત માત્ર પાણી રાખવામાં આવી છે. બોર્ડમાં...