સત્ય. સાહસ. સંકલ્પ.

વિક્રમ સંવત 2083નો પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પંચદેવ મંદિરે કર્યા દર્શન

વિક્રમ સંવત 2083નો પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પંચદેવ મંદિરે કર્યા દર્શન

ગાંધીનગર: વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે. નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે જઈને દર્શન કર્યા અને વિધિવત પૂજા-અર્ચના કરી.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે રાજ્યના નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય રહે તે માટે પ્રાર્થના કરી હતી.

પંચદેવ મંદિરે દર્શન બાદ મુખ્યમંત્રી અડાલજ ખાતેના ત્રિમંદિરે પણ જશે અને ત્યાં પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરશે.

મુખ્યમંત્રીએ નાગરિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ અને ‘નશામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા ‘વિકસિત ગુજરાત’ અને ‘નશામુક્ત ગુજરાત’ના નિર્માણ માટે સાથે મળીને યોગદાન આપવાનું આહ્વાન કર્યું હતું.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સહિત દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે નવું વર્ષ દરેક માટે સુખાકારી અને નવી આશાઓ લઈને આવે તે માટે તેમણે પ્રાર્થના કરી છે.