સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર'નું ફર્સ્ટ લુક રિવીલ, ભક્તિ અને શ્રદ્ધાની કથા

ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર'નું ફર્સ્ટ લુક રિવીલ, ભક્તિ અને શ્રદ્ધાની કથા

ગુજરાતી સિનેમામાં હાલમાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે, તેવામાં ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ 'કિંગ ઓફ સાળંગપુર' નામની ભક્તિસભર ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ દર્શકોને શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય આશીર્વાદની લાગણીસભર સફરે લઈ જશે તેવું મેકર્સે જણાવ્યું છે.

મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક રિવીલ કર્યો છે, જે 'કિંગ ઓફ સાળંગપુર'ની ભવ્ય દુનિયાની ઝલક આપે છે. આ ફિલ્મ સાળંગપુર હનુમાન દાદાના આધ્યાત્મિક મહાત્મ્યને સુંદર રીતે રજૂ કરશે.

ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત દેશાવલ છે, જ્યારે નિર્માતા ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર અને આનંદ અઘારા છે. હાર્દિક ગડારા સહ-નિર્માતા અને મોહિત વઘાસિયા ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે.