સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી ફિલ્મ 'ડમરુ'નું ટ્રેલર રિલીઝ, 23 ઓક્ટોબરે થિયેટરમાં આવશે

ગુજરાતી ફિલ્મ 'ડમરુ'નું ટ્રેલર રિલીઝ, 23 ઓક્ટોબરે થિયેટરમાં આવશે

ગુજરાતી ફિલ્મ 'ડમરુ'નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર છે અને 23 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે.

ફિલ્મની વાર્તા એક રિસોર્ટની આસપાસ ફરે છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે ફિલ્મના તમામ પાત્રો એક રિસોર્ટમાં ભેગા થાય છે. ત્યાં તેમની વચ્ચે રહસ્યો, પ્રેમ અને ગુસ્સો જોવા મળે છે. આ બધા લોકો એકબીજાથી કંઈક ને કંઈક છુપાવી રહ્યા છે. આ સસ્પેન્સ શું છે તે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ફિલ્મમાં આ રહસ્યોની સાથે કોમેડી પણ વણી લેવામાં આવી છે.

ફિલ્મના મુખ્ય કલાકારોમાં સંજય ગોરાડિયા, મૌલિક ચૌહાણ, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ અને હેમાંગ દવેનો સમાવેશ થાય છે. ગુજોત્સવ પ્રોડક્શન્સ અને વ્રજ ફિલ્મ્સે નિર્માણ કરેલી આ ફિલ્મના દિગ્દર્શક હાર્દિક પરીખ છે, જ્યારે રમેશ પ્રજાપતિ, સંજય સોની અને કૃપા સોનીએ નિર્માણ કર્યું છે.