સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર વિક્રમ ઠાકોરની 'ભાઈબીજ' રિલીઝ: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની કહાની

દિવાળી પર વિક્રમ ઠાકોરની 'ભાઈબીજ' રિલીઝ: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની કહાની

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તહેવારોની સિઝનમાં દર્શકો માટે મનોરંજનનું મોજું ફરી વળ્યું છે. સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અભિનીત નવી ચર્ચિત ફિલ્મ 'ભાઈબીજ' રિલીઝ થઈ ચૂકી છે. ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધ અને પારિવારિક મૂલ્યોને તાણાવાણામાં વણતી આ ફિલ્મે રિલીઝ થતાં જ સિનેમાઘરોમાં દર્શકોનું ધ્યાન ખેંચવાનું શરૂ કરી દીધું છે.

આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર ઉપરાંત ચેતન દૈયા, ગ્રીવા કંસારા, ભૂમિ અને કે.કે. મકવાણા જેવા પ્રતિભાશાળી કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મના ડાયલોગ્સ અને ઇમોશનલ સીન્સને લઈને ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. ફિલ્મનું સંગીત અને અભિનય દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં સફળ સાબિત થઈ રહ્યા છે.

જો તમે પરિવાર સાથે કોઈ સારી, પારિવારિક અને સંસ્કારયુક્ત ગુજરાતી ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોવ, તો 'ભાઈબીજ' એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. ફિલ્મમાં એક્શન, ઇમોશન્સ અને સંબંધોની વણથકેલી સફર દર્શકોને અંત સુધી જકડી રાખે છે.