નવરાત્રિના તહેવાર અને ગરબા રસિકોના ઉત્સાહ વચ્ચે ગુજરાતી સિનેમામાં ગરબા અને લોકસંગીતના બે નવા કાર્યક્રમ રજૂ થયા છે. એક ગીત અને એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યાં છે, જે ચાહકોને ગમે તેવાં છે. આ ગીતોમાં એક ઐશ્વર્યા મજમુદારે અને બીજું કીર્તિદાન ગઢવીએ ગાયું છે.
'ડર કે આગે વિઠ્ઠલ'નું ટીઝર રિલીઝ
'વાહ વાહ વિઠ્ઠલ'ના સુપરહિટ ટાઈટલ ટ્રેકનું ટીઝર "ડર કે આગે વિઠ્ઠલ" રિલીઝ થયું છે. આ ગીત ગુજરાતના લોકસંગીતના જાણીતા ગાયક કીર્તિદાન ગઢવીએ ગાયું છે. આ ગીત પ્રખ્યાત ભજન "વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા" પરથી ફરી બનાવવામાં આવ્યું છે.
સ્ટારકાસ્ટમાં મોટા નામ સામેલ
ફિલ્મને સચિન બ્રહ્મભટ્ટે ડિરેક્ટ કરી છે. સ્ટારકાસ્ટમાં તત્સત મુનશી, આરતી પટેલ, દર્શન જરીવાલા, રાગી જાની સહિતના જાણીતા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 20 નવેમ્બરથી થિયેટર્સમાં રિલીઝ થશે.
'ફેક્ટરી'નું ગરબા ટ્રેક 'ઘોર અંધારી રે' રિલીઝ
આગામી ગુજરાતી ફિલ્મ 'ફેક્ટરી'નું ઓફિશિયલ ગરબા ટ્રેક 'ઘોર અંધારી રે' રિલીઝ થઈ ગયું છે. આ ભાવવાહી ગરબા ગીતને 'પ્રિન્સેસ ઓફ ગરબા' ઐશ્વર્યા મજમુદારે પોતાના અવાજમાં ગાયું છે. ગીતનું સંગીત DJ KWID અને ગૌરવ ધોળાએ તૈયાર કર્યું છે.
'ફેક્ટરી'ની સ્ટારકાસ્ટ
ફિલ્મમાં હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, પ્રેમ ગઢવી, હેમાંગ શાહ, રાજનંદિની શર્મા, હેમિન ત્રિવેદી સહિતના કલાકારો છે. ફિલ્મનું ડિરેક્શન રોકી મુલચંદાનીએ કર્યું છે.