સત્ય. સાહસ. સંકલ્પ.

અલ નીનોની અસર: ગુજરાતમાં શિયાળો મોડો, 19 નવેમ્બરથી ઠંડી વધશે

અલ નીનોની અસર: ગુજરાતમાં શિયાળો મોડો, 19 નવેમ્બરથી ઠંડી વધશે

ગુજરાતમાં નવેમ્બરના ત્રણ સપ્તાહ વીતી ગયા છતાં શિયાળો હજુ પૂરો જામ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 19 નવેમ્બરથી લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ઠંડીનો ચમકારો વધશે.

આ વર્ષે અલ નીનોની અસરને કારણે શિયાળો મોડો શરૂ થયો છે. અમદાવાદમાં 17 નવેમ્બરની રાત્રે લઘુતમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધુ છે. ગત વર્ષે આ જ સમયગાળામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડી ગયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, 19 નવેમ્બર બાદ અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યભરમાં પણ લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, હવામાન સૂકું રહેશે અને ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.

17 નવેમ્બરની રાત્રે રાજ્યના અન્ય ભાગોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન: ડીસા 18.9, વડોદરા અને અમરેલી 19.6, સુરત 20.6, ગાંધીનગર 21.2, ભુજ 21.6, જુનાગઢ 21.7, ભાવનગર 21.8 અને રાજકોટ 22.6 ડિગ્રી સેલ્સિયસ.