સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ છૂટાછવાયો વરસાદ, અમદાવાદમાં 34.8 અને રાજકોટમાં 35.5 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ છૂટાછવાયો વરસાદ, અમદાવાદમાં 34.8 અને રાજકોટમાં 35.5 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે.

રાજ્યના પાંચ જિલ્લામાં 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને રાજકોટમાં 35.5 ડિગ્રી રહ્યું, જેના કારણે લોકોએ ગરમીનો અહેસાસ કર્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે (1 ઓક્ટોબર) રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફમાં ફેરવાતા ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ચોમાસાની વાપસી હવે લગભગ થઈ ચૂકી છે, જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હજી વરસાદી માહોલ રહી શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.