સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની આગાહી બહાર પાડી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

2 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં તથા દમણ, દાદરા અને નગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

3 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની ધારણા છે અને વરસાદની કોઈ ખાસ શક્યતા નથી, જોકે અહીં-તહીં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આગામી સાત દિવસમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

હવામાનની સ્થિતિ અંગે વાત કરીએ તો, બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી સમયમાં વધુ તીવ્ર બનીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધવાનું છે. જોકે, હાલમાં ગુજરાત પર તેની કોઈ મોટી અસર જણાતી નથી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન આ પ્રમાણે રહ્યું: અમદાવાદ 33.6, અમરેલી 32.9, વડોદરા 34, ભાવનગર 33.4, ભુજ 36.4, દમણ 36, ડાંગ 33.7, ડીસા 35.1, દીવ 33.8, દ્વારકા 34.8, ગાંધીનગર 33.8, જૂનાગઢ 35, કંડલા 35.5, નલિયા 36.6, ઓખા 32.8, પોરબંદર 36.4, રાજકોટ 37, સુરત 36, સુરેન્દ્રનગર 36 અને વેરાવળમાં 35.6 ડિગ્રી સેલ્સિયસ.