હવામાન વિભાગે 8 ઓક્ટોબરથી આગામી સાત દિવસ સુધી ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ઉત્તર-પશ્ચિમ દિશાથી ઉત્તર તરફ ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પવન પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં પવનની ઝડપ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની આગાહી છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધારે છે.
રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે તેના સામાન્ય તાપમાન કરતાં 1.5 ડિગ્રી ઓછું છે.