દિવાળી અને છઠ પૂજા નજીક આવતાં ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીય પરિવારો વતન જવાની તૈયારીમાં લાગ્યા છે. આ ભીડને પહોંચી વળવા રેલવે તંત્રએ ગુજરાતથી ઉત્તર પ્રદેશ તરફ જતી 11 જોડી, એટલે કે 22 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો 1 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર, 2026 વચ્ચે વિવિધ તારીખો પર કુલ 113 ફેરા મારશે.
ઓનલાઇન બુકિંગમાં 200થી વધુ વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યા બાદ રેલવેએ આ આગોતરું આયોજન કર્યું છે. આ ટ્રેનો મુખ્યત્વે કાનપુર, આગ્રા, પ્રયાગરાજ અને સુબેદારગંજ જેવા શહેરો તરફ જશે, જેથી મુસાફરોને વતન જવા માટે વધારાનો વિકલ્પ મળશે.
રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ:
- ટ્રેન નંબર 01805-06: કાનપુર-અસારવા, 5 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર, 9 ફેરા
- ટ્રેન નંબર 01807-08: આગ્રા-ઉધના, 6 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 8 ફેરા
- ટ્રેન નંબર 01809-10: અસારવા-આગ્રા, 5 ઓક્ટોબરથી 24 નવેમ્બર, 8 ફેરા
- ટ્રેન નંબર 04105-06: પ્રયાગરાજ-ઉધના, 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 18 ફેરા
- ટ્રેન નંબર 04119-20: સુબેદારગંજ-વલસાડ, 3 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 9 ફેરા
- ટ્રેન નંબર 04173-74: પ્રયાગરાજ-વેરાવળ, 1 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 9 ફેરા
- ટ્રેન નંબર 04155-56: સુબેદારગંજ-ઉધના, 19 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 12 ફેરા
- ટ્રેન નંબર 04177-78: સુબેદારગંજ-વલસાડ, 6 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 8 ફેરા
- ટ્રેન નંબર 02199-200: ઝાંસી-બાંદ્રા ટર્મિનસ, 1 ઓક્ટોબરથી 28 નવેમ્બર, 9 ફેરા
- ટ્રેન નંબર 04139-40: પ્રયાગરાજ-દાદર, 2 ઓક્ટોબરથી 28 નવેમ્બર, 9 ફેરા
- ટ્રેન નંબર 04175-76: સુબેદારગંજ-દાદર, 4 ઓક્ટોબરથી 24 નવેમ્બર, 8 ફેરા
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટ્રેનોની વિગતવાર સમયપત્રક અને બુકિંગ માટે રેલવેની અધિકૃત વેબસાઇટ અથવા એપ તપાસે.