સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાલાલ પટેલની આગાહી: ઓક્ટોબર અંતમાં ચક્રવાત, ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી: ઓક્ટોબર અંતમાં ચક્રવાત, ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતના હવામાનમાં હાલ મોટો પલટો જોવા મળી રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ અંગે મોટી આગાહી કરી છે. તેમની આગાહીથી ખેડૂતોની ચિંતા ફરી વધી છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, ઓક્ટોબર મહિનાના અંતમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 20 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેના કારણે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે, આ આગાહી હજુ સત્તાવાર હવામાન વિભાગ દ્વારા પુષ્ટિ થયેલી નથી. ખેડૂતોએ સાવચેતી રાખવા અને સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.