સત્ય. સાહસ. સંકલ્પ.

શાળાના શિક્ષકોને 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'ના નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપાઈ

શાળાના શિક્ષકોને 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'ના નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપાઈ

ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શ્રમયોગી કલ્યાણ બોર્ડની 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળના ભોજન વિતરણ કેન્દ્રોના નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપી છે. આ યોજના હેઠળ શ્રમિકોને સસ્તા દરે ભોજન પૂરું પાડવામાં આવે છે.

રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઈઝેશન અને ગુણવત્તાસભર શિક્ષણની વાત કરી રહી છે, તે દરમિયાન શિક્ષકો પર બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ વધ્યું છે. પહેલેથી જ શિક્ષકોને ડેટા એન્ટ્રી, પોર્ટલ અપડેટ, સરકારી યોજનાઓના રિપોર્ટિંગ, સર્વેક્ષણ અને બિલ સબમિશન જેવી વહીવટી કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી, મતદારયાદી સુધારણા અને જનગણના જેવી કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવે છે. હવે તેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું સંચાલન પણ ઉમેરાયું છે.

આ નિર્ણયને કારણે શિક્ષણ જગતમાં રોષ ફેલાયો છે. શિક્ષકો વર્ગખંડમાં બાળકોને ભણાવવાને બદલે વહીવટી કામગીરીમાં વ્યસ્ત રહેશે, તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ઓછી છે, તો બીજી તરફ બિન-શૈક્ષણિક ભારણને લીધે શિક્ષણની ગુણવત્તા પર અસર પડવાની શક્યતા છે.

શિક્ષકો પર વધતા બિન-શૈક્ષણિક ભારણને લઈને શિક્ષણવિદો અને વાલીઓમાં ચિંતા છે. બાળકોના ભવિષ્ય પર શું અસર થશે, તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.