સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 6 TDOની તાત્કાલિક બદલી, પંચાયત વિભાગનું નોટિફિકેશન જારી

ગુજરાતમાં 6 TDOની તાત્કાલિક બદલી, પંચાયત વિભાગનું નોટિફિકેશન જારી

ગાંધીનગર: રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 17 ઓક્ટોબરના રોજ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડીને ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના 6 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ની તાત્કાલિક અસરથી બદલી કરી છે.

આ બદલી વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી કરવામાં આવી છે. જે અધિકારીઓની બદલી થઈ છે તેમને નવી નિમણૂક અલગ અલગ જિલ્લાઓમાં આપવામાં આવી છે. વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે.

આ પગલાથી તાલુકા સ્તરે વિકાસ કામગીરીને વેગ મળશે તેવું વિભાગનું માનવું છે. બદલીના આદેશ તાત્કાલિક અમલમાં આવ્યા છે.