સત્ય. સાહસ. સંકલ્પ.

સરકારી શાળામાં પ્રવેશ માટે હવે આચાર્યની લેખિત મંજૂરી ફરજિયાત, શિક્ષણ વિભાગનો પરિપત્ર

સરકારી શાળામાં પ્રવેશ માટે હવે આચાર્યની લેખિત મંજૂરી ફરજિયાત, શિક્ષણ વિભાગનો પરિપત્ર

ગુજરાતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા માટે શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર અનુસાર, હવે શાળાના પરિસરમાં કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં.

શાળામાં પ્રવેશ માટે આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે. વધુમાં, દરેક મુલાકાતીએ વિઝિટર રજિસ્ટરમાં પોતાની નોંધણી કરાવવી પડશે. આ ઉપરાંત, શાળા પરિસરમાં ફોટો અથવા વિડિયો રેકોર્ડિંગ કરવા માટે પણ પરવાનગી લેવી અનિવાર્ય બની છે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયનો હેતુ શાળાઓમાં સુરક્ષિત વાતાવરણ જાળવવો અને વિદ્યાર્થીઓની ગોપનીયતાનું જતન કરવાનો છે.