સત્ય. સાહસ. સંકલ્પ.

શાળાઓમાં ગોપનીયતાના નામે ગેરરીતિઓ પર પર્દો? નવો પરિપત્ર ચર્ચામાં

શાળાઓમાં ગોપનીયતાના નામે ગેરરીતિઓ પર પર્દો? નવો પરિપત્ર ચર્ચામાં

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શાળાઓમાં બાળકોની ગોપનીયતા અને સુરક્ષા માટે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર મુજબ, શાળાના કેમ્પસમાં કોઈપણ બાહ્ય વ્યક્તિ પ્રવેશ કરે તે પહેલાં આચાર્ય અથવા સંસ્થાના વડાની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. મુલાકાતીઓએ રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવાની રહેશે. વર્ગખંડ કે શૌચાલયમાં જતાં પહેલાં પણ પરવાનગી લેવી પડશે. ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી માટે આચાર્યની લેખિત મંજૂરી જરૂરી છે. વિદ્યાર્થીઓની માહિતી શાળા સત્તાધિકારીઓએ સુનિશ્ચિત કરવી જોઈએ. ગેરકાયદેસર પ્રવેશ કે દખલગીરી પર સ્થાનિક પોલીસને જાણ કરવી. આચાર્ય અસુરક્ષિત જણાતા મુલાકાતીઓનો પ્રવેશ અટકાવી શકશે. બાળકની ઓળખ કે છબી છાપતા પહેલાં આચાર્યની મંજૂરી જરૂરી છે. નિયમ ભંગ કરનારા સામે પોલીસ ફરિયાદ અને પોક્સો હેઠળ કાર્યવાહી થશે.

જોકે, આ પરિપત્રથી પત્રકારો માટે શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ, આર.ઓ. પ્લાન્ટ અંગેની ગેરરીતિઓ, શિક્ષકોની બેદરકારી અને વિદ્યાર્થીઓ સાથે થતા ગેરવર્તન જેવી બાબતોની તપાસ કરવી મુશ્કેલ બની શકે છે. બાળકોની ગોપનીયતા અને શાળાની સુરક્ષા જળવાય તે જરૂરી છે, પરંતુ સાથે સાથે શાળાઓમાં થતી ગેરરીતિઓ સામે આવે અને જવાબદારી નક્કી થાય તેમાટે પણ યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

શિક્ષણ વિભાગના પરિપત્રની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે:

01 – બાહ્ય વ્યક્તિએ પ્રવેશવા માટે આચાર્યની લેખિત મંજૂરી જરૂરી
02 – મુલાકાતીઓએ રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવાની રહેશે
03 – બાહ્ય વ્યક્તિએ વર્ગખંડ કે શૌચાલયમાં જતાં પૂર્વ પરવાનગી જરૂરી
04 – ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી માટે આચાર્યની લેખિત મંજૂરી જરૂરી
05 – વિદ્યાર્થીઓની માહિતી શાળા સત્તાધિકારીઓએ સુનિશ્ચિત કરવી
06 – ગેરકાયદેસર પ્રવેશ કે દખલગીરી પર સ્થાનિક પોલીસને જાણ કરવી
07 – આચાર્ય અસુરક્ષિત જણાતા મુલાકાતીઓનો પ્રવેશ અટકાવી શકશે
08 – બાળકની ઓળખ કે છબી છાપતા પહેલાં આચાર્યની મંજૂરી જરૂરી
09 – નિયમ ભંગ કરનારા સામે પોલીસ ફરિયાદ, પોક્સો હેઠળ કાર્યવાહી થશે