સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે નવી વ્યવસ્થા ફરજિયાત

ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે નવી વ્યવસ્થા ફરજિયાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની કાળજી માટે નવી વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવશે.

ધોરણ 9 થી 12 ની શાળાઓમાં ‘સ્કૂલ વેલનેસ ટીમ’ રચવામાં આવશે અને વિદ્યાર્થીઓને ભાવનાત્મક સહારો આપવા માટે ‘મનોમિત્ર’ની નિમણૂક કરવામાં આવશે. 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કાઉન્સેલરની નિમણૂક ફરજિયાત રહેશે.

આ ઉપરાંત, શિક્ષકો અને કર્મચારીઓને વર્ષમાં બે વખત તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના તણાવ, ચિંતા, બુલિંગ અને હેરાનગતિની વહેલી ઓળખ કરીને યોગ્ય મદદ પૂરી પાડવામાં આવશે. સાથે જ પરીક્ષાના માર્ક્સના આધારે કોઈ વિદ્યાર્થી સાથે ભેદભાવ કે અપમાન ન થાય તેની પણ કાળજી રાખવામાં આવશે.

આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે.