સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં શાળા મંજૂરીના નિયમો બદલાયા: ધાબા પર મેદાન અને એક વિસ્તારમાં અનેક શાળાઓને છૂટ, વિરોધ વધ્યો

ગુજરાતમાં શાળા મંજૂરીના નિયમો બદલાયા: ધાબા પર મેદાન અને એક વિસ્તારમાં અનેક શાળાઓને છૂટ, વિરોધ વધ્યો

ગુજરાત સરકારે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારો શિક્ષણ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને વિરોધ પણ થઈ રહ્યો છે.

અગાઉની જોગવાઈ મુજબ, જો 2 કિલોમીટરના અંતરમાં એક શાળા હોય તો બીજી શાળાને મંજૂરી મળતી ન હતી. હવે આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે, જેથી એક જ વિસ્તારમાં એકથી વધુ શાળાઓ ખોલી શકાય.

આ ઉપરાંત, મેદાન વિનાની શાળાઓને પણ ધાબાને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરી વિસ્તારમાં 800 ચોરસ વાર અને ગ્રામ્ય વિસ્તારમાં 1000 ચોરસ વારનું ધાબું હોય તો તેને મેદાન ગણીને શાળાને મંજૂરી આપવાની જોગવાઈ કરાઈ છે.

સરકારના આ નિર્ણય સામે વિપક્ષ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે અગાઉ મેદાન વગરની શાળાઓને માન્યતા નહીં આપવાની વાત કરનાર સરકારે હવે પોતાના જ નિર્ણયથી યુ-ટર્ન લીધો છે.

બીજી તરફ, શાળા સંચાલક મહામંડળે પણ આ નવા નિયમો સામે વાંધો ઉઠાવ્યો છે અને નિયમોમાં જરૂરી સુધારા કરવા માટે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.