સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના 108 જળાશયોમાં અડધાથી ઓછું પાણી, સરદાર સરોવર 99.05% ભરાયું

ગુજરાતના 108 જળાશયોમાં અડધાથી ઓછું પાણી, સરદાર સરોવર 99.05% ભરાયું

ગુજરાતમાં પાણીના જથ્થા અંગે મિશ્ર ચિત્ર જોવા મળી રહ્યું છે. રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર બંધમાં જળસ્તર 99.05 ટકા સુધી પહોંચ્યું છે, જે રાહતની વાત છે. બંધની કુલ ક્ષમતા 9.46 ટ્રિલિયન લિટર છે, જ્યારે હાલ 9.37 ટ્રિલિયન લિટર પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 71.86 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જોકે, 108 જળાશયો એવા છે જ્યાં 50 ટકાથી ઓછું પાણી છે. આ આંકડો ચિંતાનો વિષય છે.

વિગતવાર સ્થિતિ જોઈએ તો 32 જળાશયો છલોછલ ભરાયા છે. 37 જળાશયોમાં 70 થી 100 ટકા, 29માં 50 થી 70 ટકા અને 36 જળાશયોમાં 25 થી 50 ટકા વચ્ચે જળસ્તર છે. જ્યારે 72 જળાશયોમાં પાણીનો જથ્થો 25 ટકાથી પણ ઓછો છે. હાલ 48 જળાશયો હાઈ એલર્ટ, 12 એલર્ટ અને 9 વોર્નિંગ હેઠળ છે.

વિસ્તારવાર સ્થિતિ જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 84.97 ટકા જળસ્તર છે. ઉત્તર ગુજરાતમાં 46.69 ટકા, મધ્ય ગુજરાતમાં 72.16 ટકા અને સૌરાષ્ટ્રમાં 51.84 ટકા પાણીનો સંગ્રહ છે. કચ્છમાં સૌથી ઓછું 32.61 ટકા જળસ્તર નોંધાયું છે.