ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી રીતે ઘર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ રાજ્યના 20 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, નવસારી, તાપી, નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વચ્ચે સ્થાનિક તંત્ર અને લોકોને સતર્ક રહેવાની જરૂર છે.
આ ઉપરાંત બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં સવારથી મેઘમહેર, 172 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સવારે 10 વાગ્યા સુધીમાં અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ 2.87 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં 2.76 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે તલોદ અને મોડાસામાં 2.24 ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે 10 વાગ્યા સુધીમાં ખેરાલી અને ખાનપુરમાં 2.01 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ કડાણા અને વાંકાનેરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 44 તાલુકામાં એકથી પોણા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સવારથી વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ બ્લોક થઇ ગયાની સ્થિતિ સર્જાઇ છે.
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યના 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ બપોરે 1 વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યું છે.
સવારે 10 વાગ્યા સુધીમાં અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ 2.87 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 2.76 ઈંચ વરસાદ વરસ્યો.
અમદાવાદમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી રીતે ઘર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.