સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આગામી 3 કલાકમાં 19 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 15 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાકમાં 19 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 15 જિલ્લામાં યલો એલર્ટ

રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે તાજું નાઉકાસ્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે. વિભાગે 19 જિલ્લાને ઓરેન્જ એલર્ટ અને 15 જિલ્લાને યલો એલર્ટ આપ્યું છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

નાઉકાસ્ટ મુજબ આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર અને પોરબંદરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લા સામેલ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર અને પોરબંદરમાં પણ આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોના લોકોએ હવામાનની સ્થિતિ ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે.

15 જિલ્લામાં યલો એલર્ટ

રાજ્યના 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે.

આગામી ત્રણ કલાક મહત્ત્વના

હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે થી ચાર દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બર 2026થી વિદાય લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ત્રણ-ચાર દિવસમાં એટલે કે 23મી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસું પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું પણ જણાવાયું છે. હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.