સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં હાલ ચાર હવામાન સિસ્ટમ સક્રિય છે, તેમ છતાં હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર મોનસૂન ટ્રફ, સાઇક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક ટ્રફ સક્રિય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમોના કારણે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ મોટી આગાહી નથી. હાલ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે.

અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 514 મીમી (20.56 ઈંચ) વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમય સુધીમાં 605 મીમી (24.2 ઈંચ) વરસાદ થવો જોઈએ. આમ, રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં આશરે 15 ટકા ઓછો વરસાદ થયો છે.