ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદ બાદ આજથી વરસાદનો જોર ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન પ્રમાણે જોઈએ તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 85 ટકા, સૌરાષ્ટ્રમાં 65 ટકા, ઉત્તર ગુજરાતમાં 63 ટકા અને કચ્છમાં 56 ટકા વરસાદ નોંધાયો છે.
હજી પણ રાજ્યમાં 9 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. બીજી તરફ, નર્મદા ડેમ 96 ટકા ભરાઈ ગયો છે, જે રાજ્ય માટે રાહતની બાબત છે.