સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં 6થી 10 સપ્ટેમ્બર વરસાદની શક્યતા, આ વિસ્તારોમાં ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં 6થી 10 સપ્ટેમ્બર વરસાદની શક્યતા, આ વિસ્તારોમાં ભારે વરસાદ

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. બંગાળની ખાડીમાં 10 સપ્ટેમ્બરની આસપાસ મજબૂત હવામાની સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાત અને દ્વારકા, પોરબંદર, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થઈ શકે છે. 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી યોગ રહેશે.