હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ અને છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
હાલમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થતાં તેમજ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે વરસાદી માહોલ જળવાઈ રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 616.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ 673.9 મીમી કરતાં 8% ઓછો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને કેટલાક સ્પેલ રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિવાય લો પ્રેશર સિસ્ટમ સિવાય અન્ય એક મોનસુન ટ્રક સિસ્ટમ પણ સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.