સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વરસાદી ખેંચ: કિસાન સંઘે દુષ્કાળ જાહેર કરી રાહત પેકેજની માગ કરી

ગુજરાતમાં વરસાદી ખેંચ: કિસાન સંઘે દુષ્કાળ જાહેર કરી રાહત પેકેજની માગ કરી

ગાંધીનગર: રાજ્યમાં ચાલુ ચોમાસામાં વરસાદી ખેંચને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. આ સ્થિતિની સમીક્ષા માટે સોમવારે ગાંધીનગરમાં કૃષિ મંત્રી અને અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં નબળા વરસાદથી ખરીફ પાકને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વરસાદ ખેંચાતાં અને મોટાભાગના જિલ્લાઓમાં ખેતી પર ગંભીર અસર જોવા મળતાં કિસાન સંઘે સરકાર સમક્ષ કડક માગણી કરી છે. સંઘે જણાવ્યું છે કે જ્યાં પૂરતો વરસાદ નથી થયો અને પાક નિષ્ફળ જવાના આરે છે તેવા તાલુકાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને આર્થિક રાહત પેકેજ આપવો જોઈએ.

બેઠકમાં અધિકારીઓએ નહિવત વરસાદવાળા વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ખેડૂતોને આર્થિક તથા અન્ય સહાય પહોંચાડવાની શક્યતાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. હાલમાં કૃષિ વિભાગ ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આગામી દિવસોમાં રિપોર્ટના આધારે અછતગ્રસ્ત વિસ્તારો માટે ખાસ રાહત પેકેજ જાહેર થવાની શક્યતા છે.