સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વરસાદની આગાહી, હજુ 22% ઘટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વરસાદની આગાહી, હજુ 22% ઘટ

ગુજરાતમાં ચોમાસાની વિદાયની વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાહતના સમાચાર આપ્યા છે. 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે આ વરસાદની શક્યતા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયો વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં આ ચોમાસુ સીઝનમાં અત્યાર સુધીમાં 25.48 ઈંચ વરસાદ વરસ્યો છે, જે સરેરાશ કરતાં નવ ટકા ઓછો છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં 16.44 ઈંચ વરસાદ વરસ્યો છે, જે સરેરાશ કરતાં 22 ટકા ઘટ દર્શાવે છે. આગામી દિવસોમાં વરસાદ થાય તો આ ઘટમાં થોડોક ઘટાડો થવાની શક્યતા છે.