સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં આજે યલો એલર્ટ, 20 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ

સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં આજે યલો એલર્ટ, 20 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ

ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ જોરદાર રહી છે. સોમવારે રાજ્યના 250થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

શ્રાવણ મહિનો કોરો રહ્યા બાદ ભાદરવાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ થતાં ખેડૂતો અને સરકારને રાહત થઈ છે. શ્રાવણ દરમિયાન થવો જોઈતો વરસાદ આ વર્ષે ન થયો હતો, જેની ચિંતા હતી.

નર્મદા ડેમમાં જળસંગ્રહ 95 ટકાને પાર થઈ ગયો છે અને તે છલકાવવાની તૈયારીમાં છે. જોકે, અન્ય 206 જળાશયોમાં અત્યાર સુધીમાં માત્ર 67 ટકા જ પાણીનો સંગ્રહ થયો છે. 79 ડેમ એવા છે જેમાં હજી 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.