સત્ય. સાહસ. સંકલ્પ.

વીજળીની વધતી માગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક, પુરવઠો જાળવવા સરકાર પ્રતિબદ્ધ

વીજળીની વધતી માગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક, પુરવઠો જાળવવા સરકાર પ્રતિબદ્ધ

ગાંધીનગરમાં રાજ્યમાં વીજળીની વધતી માગને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં સતત વધી રહેલી વીજ માગ અને વીજ પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, મુખ્ય સચિવ મનોજ દાસ, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ સહિત વીજ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો મળે તે માટે સરકારે લીધેલા તાત્કાલિક પગલાં અને ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારે વધતી માગને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી હોવાનો દાવો કર્યો છે.