ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે મોટી રાહતની જાહેરાત થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પૂર્વ અગ્નિવીરોને લેખિત અને શારીરિક કસોટીમાંથી મુક્તિ મળશે. તેમજ 20 ટકા અનામત અને વયમર્યાદામાં છૂટછાટનો લાભ યથાવત્ રહેશે.
આ સાથે ભાજપ મહિલા મોરચાએ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને કોંગ્રેસ સામે પ્રદર્શન કર્યું. 'એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા'ના નારા સાથે રાજીવ ગાંધી ભવન તરફ કૂચ કરવામાં આવી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને AICCના પૂર્વ મહામંત્રી દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સહિત સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.
રાજકોટમાં 136 ગ્રામહાટના લોકાર્પણ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોબાઇલમાં વ્યસ્ત રહેનારાઓને ટકોર કરી. તેમણે સરકારી યોજનાઓની માહિતી મોબાઇલમાં વ્યસ્ત રહીને ચૂકી ન જવા અપીલ કરી. કહ્યું કે, મુશ્કેલીના સમયે ઝીરો ટકા લોન અને આયુષ્યમાન કાર્ડ માટે દોડાદોડી ન કરવી પડે.
હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને રીલ્સ છોડીને ગ્રાઉન્ડ પ્રોબ્લેમ ઉકેલવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસના CCTV, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિદ્યાર્થીઓના સોફ્ટવેર પ્રોટોટાઇપ પર કામ થશે.
વડોદરામાં 30 દેશોનું ડેલિગેશન પહોંચ્યું છે. લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી સાથે ડિનર અને નવરાત્રિમાં ગરબા નિહાળશે.
ડોમ ધરાશાયી થતાં કિર્તીદાન ગઢવીના 'પરંપરા' ગરબા 12થી 20 ઓક્ટોબર દરમિયાન ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાશે. ડોમ ધરાશાયી થયો, પણ ઉત્સાહ યથાવત્ છે.
અતુલ પુરોહિતે 'રેન્ટ એ ગરબા પાર્ટનર' ટ્રેન્ડને અયોગ્ય ગણાવ્યો. તેમણે કહ્યું કે, યુનાઈટેડ વેમાં આ વર્ષે ત્રણ નવા ગરબાની સરપ્રાઇઝ આપશે.
સુરત ફાયર વિભાગે નવરાત્રિ માટે AC ડોમ સહિતના ગરબા મંડપો માટે 5 નિયમો ફરજિયાત કર્યા છે. ક્ષમતા કરતાં વધુ ભીડ હશે તો આયોજકો સામે ગુનો નોંધાશે અને મંડપ બંધ કરાવવાની કાર્યવાહી થશે.
ડાંગમાં કાર રેલિંગ તોડીને 35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકતાં નાયબ મામલતદાર સહિત બેના મોત થયાં. અકસ્માતમાં આણંદના નાયબ મામલતદાર સોનુ બારિયા ઈજાગ્રસ્ત થયા હતા.