ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ તંત્રમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાયબ પોલીસ અધિક્ષક (DySP/ACP - વર્ગ-1) કક્ષાના 6 અધિકારીઓને 'In-situ' ધોરણે બઢતી આપીને પોલીસ અધિક્ષક (SP/DCP - વર્ગ-1) કક્ષાની જગ્યાઓ પર એડહોક નિમણૂક આપવામાં આવી છે. આ નિર્ણયથી અધિકારીઓના હોદ્દા અને પે-મેટ્રિક્સ લેવલ-10માંથી અપગ્રેડ થઈને લેવલ-11માં પ્રોમોટ કરવામાં આવ્યા છે.
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ બઢતી મેળવનાર અધિકારીઓમાં નીચેના અધિકારીઓનો સમાવેશ થાય છે:
બી.આર. ચૌબે: મદદનીશ સેનાપતિમાંથી સેનાપતિ (મ.સે.), રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-20, વિરમગામ.
એમ.એસ. શેખ: મદદનીશ પોલીસ કમિશ્નરથી નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક), રિજિયન-4, સુરત શહેર.
બી.એસ. મોરી: નાયબ પોલીસ અધિક્ષકમાંથી પોલીસ અધિક્ષક, આઈ.બી., સુરત રિજિયન.
એ.કે. વર્મા: વિભાગીય પોલીસ અધિકારીમાંથી પોલીસ અધિક્ષક, વલસાડ વિભાગ.
ડી.પી. ચૂડાસમા: નાયબ પોલીસ અધિક્ષકમાંથી પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, ડી.જી.પી. કચેરી, ગાંધીનગર.
બી.એ. પટેલ: મદદનીશ પોલીસ કમિશ્નરમાંથી નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ), અમદાવાદ શહેર.
ગૃહ વિભાગના આ આદેશ બાદ બદલી અને બઢતી મેળવનાર તમામ અધિકારીઓ હાલની ફરજની જગ્યાઓ પર જ અપગ્રેડેડ એક્સ-કેડર જગ્યા પર તેમની નવી જવાબદારીઓ સંભાળશે. આ નિર્ણયથી પોલીસ તંત્રમાં નવી ઊર્જા આવશે તેવું મનાય છે.