ગાંધીનગર: ગુજરાત સરકારના નાણાં વિભાગે 5મા પગાર પંચ હેઠળ પેન્શન અને ફેમિલી પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2024થી આ દર 381%થી વધારીને 443% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 1 જુલાઈ 2021થી ચૂકવવાપાત્ર એરિયર્સ પણ આપવામાં આવશે, જેનાથી હજારો પેન્શનરોને રાહત થશે.
નાણાં વિભાગના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થાનો દર તબક્કાવાર વધારવામાં આવ્યો છે:
- 1 જુલાઈ 2022થી: 396%
- 1 જાન્યુઆરી 2023થી: 412%
- 1 જુલાઈ 2023થી: 427%
- 1 જાન્યુઆરી 2024થી: 443%
ઠરાવમાં 1 જુલાઈ 2021થી જૂન 2024 સુધીના સમયગાળા માટે એરિયર્સનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 56%થી 131% સુધીનો તફાવત પેન્શનરોને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના હજારો પરિવારોને આર્થિક લાભ થશે.