સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત સરકારનો નિર્ણય: પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 443% કરાયું, 131% એરિયર્સ સાથે

ગુજરાત સરકારનો નિર્ણય: પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 443% કરાયું, 131% એરિયર્સ સાથે

ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા સરકારી પેન્શનરો અને ફેમિલી પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાણા વિભાગના સત્તાવાર ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થું 381 ટકાથી વધારીને 443 ટકા કરવામાં આવ્યું છે.

આ વધારો જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024 સુધી તબક્કાવાર લાગુ પડશે. જુલાઈ 2022 થી 396 ટકા, જાન્યુઆરી 2023 થી 412 ટકા, જુલાઈ 2023 થી 427 ટકા અને જાન્યુઆરી 2024 થી 443 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત, પેન્શનરોને જુલાઈ 2021 થી જૂન 2024 સુધીના કુલ 131 ટકા એરિયર્સની ચૂકવણી પણ કરવામાં આવશે. આ નિર્ણયથી લાખો પેન્શનરો અને તેમના પરિવારોને આર્થિક રાહત મળશે.