સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર: પાંચમા પગાર પંચના પેન્શનરોને મોટી રાહત, મોંઘવારી ભથ્આં 443% કરાયું

ગાંધીનગર: પાંચમા પગાર પંચના પેન્શનરોને મોટી રાહત, મોંઘવારી ભથ્આં 443% કરાયું

ગાંધીનગર: દિવાળી પહેલા રાજ્ય સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને મોટી ભેટ આપી છે. નાણા વિભાગે મોંઘવારી ભથ્થું 381 ટકાથી વધારીને 443 ટકા કરવાનો સત્તાવાર ઠરાવ કર્યો છે. આ વધારો જાન્યુઆરી 2024થી લાગુ થશે.

નાણા વિભાગના ઠરાવ મુજબ, આ વધારો તબક્કાવાર આપવામાં આવશે. જુલાઈ 2022થી મોંઘવારી ભથ્થું 396 ટકા, જાન્યુઆરી 2023થી 412 ટકા, જુલાઈ 2023થી 427 ટકા અને જાન્યુઆરી 2024થી 443 ટકા ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી લાખો પેન્શનરોને આર્થિક રાહત થશે અને તેમના જીવનધોરણમાં સુધારો થશે.

રાજ્ય સરકારના આ પગલાથી પેન્શનરોના બજેટ પરનું ભારણ હળવું થશે અને ભવિષ્યમાં પણ મોંઘવારી સામે રક્ષણ મળશે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય દિવાળી પહેલા લેવાયો છે, જેથી પેન્શનરોને તહેવારની ખુશીમાં વધારો થશે.