ગુજરાતે ઊર્જા ક્ષેત્રે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. રાજ્ય સરકારની કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે કરાર થયો છે. આ કરાર સાથે GSECL પ્રથમવાર પરમાણુ ઊર્જા ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યું છે.
આ પ્રોજેક્ટ ધુવારણ ખાતે આશરે 4,000 મેગાવોટ ક્ષમતાનો પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપવાનો છે. તેમાં અંદાજે ₹1 લાખ કરોડનું રોકાણ થવાની સંભાવના છે.
આ પ્રોજેક્ટથી રાજ્યની વીજળીની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળશે અને ભવિષ્યની ઊર્જા યોજનાઓ માટે મજબૂત આધાર તૈયાર થશે. તેનાથી રોજગારીની તકોમાં વૃદ્ધિ થવાની અને ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની અપેક્ષા છે. ઉપરાંત, સ્વચ્છ ઊર્જા સ્રોતોને પણ પરોક્ષ સમર્થન મળશે.