ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વાપસીનો પ્રારંભ કરી દીધો છે.
જોકે, રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. વિદાય વચ્ચે પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.
આજે 24 સપ્ટેમ્બરે ગુરુવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અનેક કાર્યક્રમો યોજાવાના છે. તેમજ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પહોંચીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કર્યું છે. ચીનના રાષ્ટ્રપતિ 11 વર્ષ બાદ અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે. બંને દેશો વચ્ચે વેપાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઈરાન અને તાઈવાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.