સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી: આગામી 7 દિવસ આ રહ્યું હવામાન

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી: આગામી 7 દિવસ આ રહ્યું હવામાન

ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોમાં થન્ડર સ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અલ નીનોની અસરને કારણે અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય થઈ ગયું છે. હવે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.

વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.