સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ, સિઝનનો સરેરાશ 88 ટકા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ, સિઝનનો સરેરાશ 88 ટકા

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 22 જિલ્લાના 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના નડિયાદમાં 61 મીમી નોંધાયો છે.

રાજ્યમાં આજે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં આ સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં 113 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89 ટકા, ઉત્તર ગુજરાતમાં 71 ટકા, સૌરાષ્ટ્રમાં 68 ટકા અને કચ્છમાં 57 ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં હજુ 8 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 22 ટકા વરસાદની ઘટ છે.