સત્ય. સાહસ. સંકલ્પ.

વલસાડ: 3000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલી બોટ નારગોલ જેટી પર લાવવામાં આવી

વલસાડ: 3000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલી બોટ નારગોલ જેટી પર લાવવામાં આવી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ દરિયાકિનારે ગુજરાત મરીન પોલીસે ડ્રગ્સ સાથે ઝડપાયેલી બોટ લાવી છે. આ બોટમાંથી 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 3 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.

ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 30 સપ્ટેમ્બર 2026ના રોજ લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની ધો (બોટ)ને અટકાવવામાં આવી હતી. ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન ધો પર નજર રાખવામાં આવી હતી.

પકડાયેલી બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું છે. બોટમાં પાકિસ્તાની નાગરિકો સવાર હોવાની માહિતી મળી છે. ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવી રહ્યો હતો કે અન્ય કોઈ સ્થળે પહોંચાડવાનો હતો, તે અંગે એજન્સીઓ તપાસ કરી રહી છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બોટને નારગોલ જેટી પર લાવવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.