સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના 6 જિલ્લામાં હળવા વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

ગુજરાતના 6 જિલ્લામાં હળવા વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

અમદાવાહ હવામાન વિભાગે ગુજરાતના મધ્ય-પૂર્વ અને સરહદી જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે આ દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અમુક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશની સરહદે આવેલા દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વરસાદ હળવો રહેશે અને કોઈ મોટી અસરની શક્યતા નથી. જોકે, સ્થાનિક વિસ્તારોમાં થોડોક વરસાદ થઈ શકે છે, તેથી લોકોએ સતર્ક રહેવું જોઈએ. વિભાગ દ્વારા આગળની અપડેટ પણ સમયાંતરે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ સમયે રાજ્યમાં ચોમાસું પૂરું થઈ ગયું છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન જેવા હવામાનના પરિબળોને કારણે અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે. ખેડૂતો અને સામાન્ય લોકોએ હવામાનની આગાહી પર ધ્યાન રાખવું હિતાવહ છે.