સત્ય. સાહસ. સંકલ્પ.

દબાણ હટાવવા માટે હવે માપણી ફી વગર: મહેસૂલ વિભાગનો પરિપત્ર

દબાણ હટાવવા માટે હવે માપણી ફી વગર: મહેસૂલ વિભાગનો પરિપત્ર

ગાંધીનગર: રાજ્યમાં સરકારી પડતર જમીન, ગૌચર જમીન અને જાહેર રસ્તાઓ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા હવે વધુ ઝડપી બનશે. મહેસૂલ વિભાગે 26 ઓક્ટોબર, 2026ના રોજ એક પરિપત્ર જાહેર કરીને દબાણ હટાવવા માટેની માપણીની કાર્યવાહી કોઈપણ ફી વગર કરવાનો આદેશ આપ્યો છે.

પરિપત્ર મુજબ, જાહેર રસ્તા, સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા માટેની માપણી સર્વોચ્ચ અગ્રતા ધોરણે હાથ ધરાશે. સંબંધિત તંત્ર અને વિભાગોને કામગીરીમાં વિલંબ ન થાય તે માટે ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ માપણી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાશે, જેથી દબાણ હટાવવાની પ્રક્રિયાને વેગ મળશે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના અબડાસા તાલુકાના વાંકુ ગામે બસ સ્ટેશન પાસે કથિત ગેરકાયદે કોમર્શિયલ દબાણ સામે વહીવટી તંત્રએ પગલાં લીધાં હતાં. ભરતસિંહ બટુકસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા આ દબાણને નાયબ મામલતદાર, R&B સ્ટેટના વર્ક આસિસ્ટન્ટ અને જખૌ પોલીસની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.